RR vs DC: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 13 રનથી આપ્યો પરાજય..

PL 2020ની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 13 રનથી પરાજય આપ્યો છે. દુબઈ ખાતે રમાય રહેલી આ મેચમાં દિલ્હીએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા અને રાજસ્થાનને જીત માટે દિલ્હીએ 162 રનનો ટાર્ગેટ આપ્યો. 162 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 148 રન જ કરી શકી.

શિખર ધવને પોતાના IPL કરિયરની 39મી ફિફટી ફટકારતા 33 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 57 રન કર્યા. ઐયરે પોતાના IPL કરિયરની 15મી ફિફટી ફટકારતા 43 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 53 રન કર્યા. શિખર ધવન અને શ્રેયસ ઐયરે ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાવી.
સ્ટીવ સ્મિથનું ખરાબ ફોર્મ જારી,
રોયલ્સની સીઝન ખરાબ જઈ રહી છે. તેઓ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા ક્રમે છે. તેમની સમસ્યાની શરૂઆત તેમના કેપ્ટન સ્ટીવ સ્મિથના ફોર્મથી જ થાય છે. સ્મિથે ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરતા પ્રથમ બે મેચમાં ફિફટી મારી હતી. જોકે, તે પછી છેલ્લી 6 મેચમાં 7.33ની એવરેજથી 44 રન જ કરી શક્યો છે. સ્મિથ બેટિંગ કરતો હોય ત્યારે સ્પષ્ટપણે દેખાય છે કે તે પોતે મૂંઝવણમાં છે કે, એટેક કરું કે શાંતિથી રમું. તેની મૂંઝવણ પાછળનું કારણ એ છે કે મિડલ ઓર્ડરમાં રોબિન ઉથપ્પા, રિયાન પરાગ અને રાહુલ તેવટિયા જેવા ખેલાડીઓ છે.