રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતા નાઈટ રાઈડર્સને 82 રને આપ્યો પરાજય

શારજાહ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાય રહેલી IPLની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતાને 82 રને પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 194 રન કર્યા હતા. જવાબમાં કલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટે 112 રન જ કરી શક્યું. આ સાથે બેંગલોર લીગમાં સતત બીજી મેચ જીત્યું છે.
કોલકાતાના કપ્તાન દિનેશ કાર્તિક સહિત 8 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા. આ જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. રનના માર્જિનથી આ કોલકાતા સામે બેંગલોરની સૌથી મોટી જીત છે. આ પહેલા બેંગલોરે કોલકાતાને ગયા વર્ષે 10 રને હરાવ્યું હતું. કોલકાતા માટે શુભમન ગિલે 34, રાહુલ ત્રિપાઠી અને આન્દ્રે રસેલે 16 રન બનાવ્યા. બેંગલોર વતી સુંદર અને ક્રિસ મોરિસે 2-2 વિકેટ લીધી.

બેંગલોર તરફથી એબી ડિવિલિયર્સે 23 બોલમાં 5 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 73 રન કર્યાં. તેણે પોતાના IPL કરિયરની 36મી અર્ધી સદી ફટકારી છે. આ સિવાય વિરાટ કોહલીએ 28 બોલમાં 1 ફોરની મદદથી 33 રન કર્યાં. દેવદત્ત પડિક્કલે 23 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 32 રન કર્યાં. આરોન ફિંચે 37 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 47 રન કર્યા હતા.
કોલકાતા માટે આન્દ્રે રસેલ અને પ્રસિદ્ધ કૃષ્ણે 1-1 વિકેટ લીધી. આન્દ્રે રસેલે T-20માં 300 વિકેટ પૂરી કરી છે.