ગુજરાત
ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામમાં વરસાદના કારણે રસ્તા ધોવાયા.

હાલ માં મેઘરાજા મન મૂકીને બધી જગ્યાએ વરસ્યા છે જેના કારણે બધી જગ્યાએ રસ્તા ધોવાયા છે.
ત્યારે ગ્રામ્ય જનો બોવ મુશ્કેલી માં પડયા છે. કેમકે કાચા રસ્તામાં તો હવે ફુટ ફુટની ગટરો પડી ગઈ છે તેના કારણે સ્થાનિક લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામમાં આવેલ પ્લોટ વિસ્તારમાં હાલમાં પડેલા ભારે વરસાદના કારણે રહેઠાણક વિસ્તારના કાચા રસ્તાનું સાવ ધોવાણ થઈ ગયું છે. રસ્તા ઉપર ફુટ ફુટની ગટરો પડી ગઈ છે. અહીં રહેતાં સ્થાનિક લોકો માટે હાલ રસ્તાને લઈ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રસ્તા ધોવાતા રાતના ખેડૂતોને કે અન્ય સ્થાનિક લોકો ને નાના મોટા અકસ્માતોનો સામનો કરવો પડે છે. ત્યારે આ રસ્તા કયારે થશે તેવા સવાલ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે કે પછી કોઈ જાનહાની થશે ત્યારે તંત્ર જાગશે????