રિઝર્વ બેન્ક: આજથી શરૂ થતી બેઠકમાં વ્યાજ દર જાળવી રખાશે તેવી શકયતા…

કમિટિની આજથી પહેલી બેઠક, ૯ મી એ નાણાં નીતિ જાહેર કરાશે,
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની આવતીકાલથી શરૂ થઈ રહેલી નાણાં નીતિની દ્વી માસિક સમીક્ષા બેઠકમાં વ્યાજ દર જાળવી રખાશે તેવી શકયતા છે. ઊંચા પ્રમાણમાં ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દરમાં કોઈ ફેરબદલ નહીં કરાય તેમ વિશ્લેષકોનું માનવું છે.રિટેલ ફુગાવો ૬ ટકાની ઉપર પ્રવર્તી રહ્યો છે.

રિઝર્વ બેન્કના ૨ થી ૪ ટકાની વચ્ચે રાખવાના ટાર્ગેટથી ઘણો ઊંચો છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી રેપો રેટ જાળવી રાખવો જોઈએ અને એકોમોડેટિવ વલણ પણ પકડી રાખવું જોઈએ એમ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી દ્વારા અગાઉ ભલામણ કરવામાં આવી હતી.
ફેબુ્રઆરી ૨૦૨૧ ની બેઠકમાં કદાચ ઘટાડો જોવા મળી શકે, પણ વિશ્લેષકે જણાવ્યું હતું. વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહેતા અનાજનું ઉત્પાદન પણ વિક્રમી ઉતરવાના અંદજો મુકાઈ રહ્યા છે, ઓગસ્ટનો રિટેલ ફુગાવો ૬.૬૯ ટકા રહ્યો હતો. મુખ્ય વ્યાજ દર હાલમાં ૪ ટકા છે.
મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પ્રોપર્ટીના દસ્તાવેજો પર સ્ટેમ્પ ડયૂટીના દરમાં ઘટાડો કરાયો. એમ એક વિકાસકે જણાવ્યું હતું.