રિસર્ચ: કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં હાથથી લખતા બાળકોમાં શીખવાની અને યાદ રાખવાની ક્ષમતા વધુ હોય છે.

અમેરિકાની નોર્વેગિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની ટીમે રિસર્ચમાં દાવો કર્યો છે
જે બાળકો હાથથી લખે છે તેઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા લોકોની તુલનાએ વધુ શીખે છે અને યાદ રાખી શકે છે. સંશોધકોએ મગજની એક્ટિવિટીના રિસર્ચમાં જોયું કે પેન અને કાગળના ઉપયોગથી મગજના સેન્સરી મોટર હિસ્સામાં એક્ટિવિટી વધી જાય છે. આ એક્ટિવિટી ભાષા શીખવા અને ધ્યાન કેન્દ્રિત કરવા મદદ કરે છે.
રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, હાથથી લખવાની પદ્ધતિ પુખ્ત વયના લોકો માટે પણ ફાયદાકારક છે. કોઈપણ કન્ટેન્ટને લખ્યા બાદ તેઓ તેને વધુ સારી રીતે યાદ રાખી શકે છે. આ રિસર્ચ અમેરિકાની નોર્વેગિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની ટીમે કર્યું છે.
અમેરિકાના 45 રાજ્યોની સ્કૂલોમાં બાળકોને હેન્ડરાઈટિંગ શીખવવું ફરજિયાત નથી. બાળકોનો મોટાભાગનો અભ્યાસ કમ્પ્યુટર પર કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખતા રિસર્ચ ટીમે નેશનલ ગાઈડલાઈન્સને સૂચવ્યું છે કે બાળકો માટે અમુક હેન્ડરાઈટિંગ પણ કરાવવામાં આવે.
પ્રોફેસર એડ્રે વેન ડેર મીર અને તેમની ટીમ વર્ષોથી હેન્ડરાઈટિંગના ફાયદાને લઈને રિસર્ચ કરી રહી છે. મીરે 2017માં 20 વિદ્યાર્થીઓની બ્રેઈન એક્ટિવિટીનું રિસર્ચ કર્યું હતું.