દેવભૂમિ દ્વારકા
દ્વારકા જગતમંદિરમાં પોલીસ ચોકીનું નવનિર્માણ..

દ્વારકાનું જગતમંદિર હરહંમેશ આતંકવાદીઓના હીટલીસ્ટમાં રહ્યું છે. પાકિસ્તાનની જળસીમા ખુબ નજીક હોય, તમામ સુરક્ષા એજન્સીઓ અહી કાર્યરત છે. આ સુરક્ષા જવાનો ચોવીસ કલાક શિયાળો, ઉનાળો કે વરસાદ વરસતામાં ખડે પગે તૈનાત હોય છે. જેથી આવા જવાનોના સ્વાસ્થ તથા વધુ સુચારુ રૂપે ફરજ બજાવી શકે તે માટે જગત મંદિરના મોક્ષદ્વારના બન્ને બાજુ નવી ચોકીનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. જોકે પહેલા પણ ચોકી હતી, પરંતુ તે જીર્ણ થતા આ નવી સુવિધાસભર ચોકી બનાવવામાં આવી હતી. આજ પરષોત્તમ માસની બીજના દિવસે પુજા કરી આ ચોકી જવાનોને સોપવામાં આવી હતી.

આ ચોકી એક એનજીઓ સૌરાષ્ટ્ર મહિલા વિકાસ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ અને રાધિકા જવેલર્સ, સીવીએમ જ્વેલર્સ, ડી જ્વેલર્સ ના સહયોગથી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દ્વારકા પીએસઆઇ ઝાલા તથા સ્ટાફ હાજર રહ્યો હતો.