ધર્મ મોટો કે માનવતા? ધર્મના નામે ચાલતી રાજનીતિથી દૂર આ મુસ્લિમ દંપતીએ……

ધર્મના નામે કેટલીય રાજનીતિ ચાલતી આવે છે એવામાં આ બધાથી બિલકુલ અલગ એક ઉદાહરણ આજે અમે તમારી સામે રાખવા જઈ રહ્યા છીએ. આસામમાં એક મુસ્લિમ દંપતીએ કેટલીય હિન્દુ પુજા સ્થળોનું નિર્માણ અને મરમ્મત માટે ઘણી મદદ કરી છે. આવી રીતે આ મુસ્લિમ દંપતીએ એ એકતાનો સંદેશ આપ્યો છે.
આ દંપતીએ ફક્ત ધાર્મિક સ્થળો માટે નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં સારા રસ્તાઓ બનાવવા માટે પણ ઘણી આર્થિક મદદ આપી છે. આ પહેલા પણ ઘણા મુસ્લિમ લોકો મંદિરો અને મસ્જિદોના નિર્માણ માટે આર્થિક રીતે મદદ કરવામાટે ઘણા પ્રસિદ્ધ થયા હતા.
આ મુસ્લિમ દંપતીએ જણાવ્યુ હતું કે એમના પિતા જ્યાં નોકરી કરતાં હતા ત્યાં એ એકલા જ મુસ્લિમ વ્યક્તિ હતા અને તેના બધા મિત્રો હિન્દુ જ હતા. તદઉપરાંત એ જ્યાં રહેતા હતા ત્યાં પણ કઈક આવી જ પરિસ્થિતી હતી. અને તેમની આસપાસના લોકોએ ક્યારેય એમને બીજા સમ્પ્ર્દાયના છે એવું મહેસુસ થવા દીધું નહતું. અને એટલા માટે એમના મનમાં પહેલેથી જ હિન્દુઓ માટે ઘણું માન અને પ્રેમ હતો.
આજે એ જે કઈ પણ મદદ કરે છે એ પૂરા મન થી કરે છે , કોઈ મીડિયા કે ન્યૂજ માં આવવા માટે દેખાડા નથી કરતાં.