રાષ્ટ્રીયવેપાર

રિલાયન્સ રીટેલ ફ્યૂચર ગ્રૂપનો રીટેલ અને હોલસેલ બિઝનેસ તથા લોજિસ્ટીક અને વેરહાઉસિંગ બિઝનેસ હસ્તગત કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ (આર.આર.વી.એલ.)એ જાહેરાત કરી હતી કે તે ફ્યુચર ગ્રૂપનો રીટેલ અને હોલસેલ બિઝનેસ તથા લોજિસ્ટીક અને વેરહાઉસિંગ બિઝનેસ હસ્તગત કરશે. વેચાણમાં આવેલા ઘટાડાની ચિંતાને ધ્યાનમાં લઇને આ સોદાની રકમ ઉચ્ચક ધોરણે રૃા. ૨૪,૭૧૩ કરોડમાં નક્કી કરવામાં આવી છે, જે કોમ્પોઝીટ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ (સ્કીમ)ના એડજસ્ટમેન્ટને આધીન રહેશે.

  આ હસ્તાંતરણ સ્કીમના ભાગરૃપે કરવામાં આવ્યું છે, જેમાં ફ્યુચર ગ્રૂપ તેના ઉપર જણાવેલાં વ્યવસાયો કરતી કેટલીક કંપનીઓને ફ્યુચર એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (એફ.ઇ.એલ.)માં મર્જ કરશે. આ સ્કીમના ભાગરૃપે (૧)રીટેલ અને હોલસેલ બિઝનેસ આર. આર. વી. એલ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની રિલાયન્સ રીટેલ એન્ડ ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ (આર. આર. એફ. એલ. એલ.)ને તબદિલ કરવામાં આવશે (૨)      લોજિસ્ટીક અને વેરહાઉસિંગ એકમો આર. આર. વી. એલ. ને તબદિલ કરવામાં આવી રહ્યા છે; અને  (૩)આર. આર. એફ. એલ. એલ. નીચે મુજબ રોકાણ કરવાની દરખાસ્ત કરે છેઃ

એ. મર્જર પછીની ઇક્વિટીના ૬.૦૯ ટકા હિસ્સો મેળવવા માટે એફ. ઇ. એલ. ના પ્રેફરેન્શિયલ ઇક્વિટી શેરમાં રૃા. ૧૨૦૦ કરોડનું રોકાણ બી. ઇક્વિટી વોરન્ટના પ્રેફરેન્શિયલ ઇશ્યુમાં રૃા. ૪૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ ઇક્વિટી વોરન્ટ પરિવર્તિત થયા બાદ અને બાકીના ૭૫ ટકા રકમની ચૂકવણી કરવામાં આવશે ત્યારે એફ. ઇ. એલ.માં વધુ ૭.૦૫ ટકા હિસ્સો હસ્તગત કરવા માટે આર. આર. એફ. એલ. એલ. સક્ષમ બનશે.

રિલાયન્સ રીટેલવેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર સુ શ્રી ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, આ સોદા સાથે ફ્યુચર ગ્રૂપના પ્રસિદ્ધ ફોર્મેટ્સ અને બ્રાન્ડ્સને નવું ઘર પૂરૃં પાડવાની સાથે ભારતમાં મોડર્ન રીટેલના ઉદ્દભવમાં મહત્ત્વની ભૂમિકા અદા કરનારી બિઝનેસ ઇકોસિસ્ટમને જાળવી રાખવાનો અમને આનંદ છે. નાના દુકાનદારો અને કિરાનાવાળાઓની સાથે-સાથે મોટી કન્ઝ્યુમર બ્રાન્ડ્સ સાથે સક્રિય સહયોગના અમારા અનોખા મોડલ સાથે રીટેલ ઉદ્યોગમાં વૃદ્ધિની ગતિ જાળવી રાખવાની અમને આશા છે. સમગ્ર દેશમાં અમારા ગ્રાહકોને વેલ્યુ પૂરી પાડવાનું ચાલુ રાખવા અમે પ્રતિબધ્ધ છીએ. ફ્યુચર ગ્રૂપના રીટેલ, હોલસેલ અને સપ્લાય ચેન બિઝનેસનું હસ્તાંતરણ રિલાયન્સના રીટેલ બિઝનેસનું પૂરક છે અને મજબૂત વ્યૂહમાં બંધબેસતું છે.

આનાથી લાખો નાના વેપારીઓને તેમની સ્પર્ધાત્મકતા વધારવા અને પડકારજનક સમયમાં તેમની આવકમાં વધારો કરવા માટે પૂરા પાડવામાં આવતા સહયોગને ઝડપ આપવામાં રિલાયન્સ રીટેલને મદદ મળી રહેશે.  ફ્યુચર ગ્રૂપનો એપરેલ, જનરલ મર્ચેન્ડાઇઝ અને પોતાની એફ. એમ. સી.જી. બ્રાન્ડ્સ તેને બહોળો કસ્ટમર બેઝ મળી રહેશે.  આ સોદો સેબી, સી. સી. આઇ. એન. સી. એલ. ટી., શેરધારકો, ધિરાણકર્તાઓ અને અન્ય જરૃરી મંજૂરીઓને આધિન છે.  

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + 7 =

Back to top button
Close