કોરોનાને કારણે કોર્સમાં કટૌતી; ધો.૧૦માં કોર્ષમાં ન્યુકલીઅર ઉર્જા અને ત્રિકોણનું ક્ષેત્રફળ નહીં પૂછાય

કોરોનાના કારણે છેલ્લા છ મહિનાથી શાળાઓ બંધ હોવાથી અભ્યાસક્રમો પુરા કરવા મુશ્કેલ છે. હજુ દિવાળી સુધી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થશે કે કેમ? તે મુદ્દો ચિંતાજનક બની રહ્યો છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ ક્રમોમાં ૩૦ ટકાની કટૌતી કરવાનો જે નિર્ણય જાહેર કર્યો છે. તેના કારણે ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષામાં મહત્વના શૈક્ષણિક મુદ્દાઓ ઉપર જ જાણે કાતર ફેરવી દેવામાં આવી હોય તેવી લાગણી શિક્ષકો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ધો. ૧૦ના ગણિતના અભ્યાસક્રમમાં યુકલીનના ભાગાકારનું પ્રમય (૨) પુર્ણ વર્ગની રીતે દ્રિધાત સમીકરણનો ઉકેલ (૩) સમરૂપ ત્રિકોણના ઘનફળ (૪) ત્રિકોણમીતિના નિત્યસંપ (૫)અસમય સંખ્યાઓનું પુનરાવર્તન (૬) ત્રિકોણનું ક્ષેત્રફળ સંયોજીત સમતોલ આકૃતિઓનું ક્ષેત્રફળ વિશે પુછવામાં નહીં આવે એ જ રીતે ધો. ૧૦ના વિજ્ઞાાન વિષયના અભ્યાસક્રમમાંથી ઉષમાશોષક પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, ધાતુના રાસાયણિક ગુણધર્મ, ગોમીય અરીસ, સામે થતા પરીવર્તન, માનવ ચોક, સુવાહક અવરોધ, વિદ્યુત પ્રવાહ, ન્યુ કલીઅર ઉર્જા, આહાર શ્રૂંખલાના પ્રશ્નોની કટૌતી કરવામાં આવી છે.
જ્યારે વાણીજ્ય વ્યવસ્થાના વિષયમાંથી નાણાંની ચુકવણીની પ્રક્રિયા આઉટસોર્સિંગ, ભાગીદારી પેઢીના પ્રકારો, ભાગીદારી પેઢીની નોંધણી તેમજ પ્રકરણ ૭ અને ૧૧ સંપૂર્ણ રદ કરવામાં આવ્યા છે. રાજ્ય શાસ્ત્ર વિષયમાં કુલ ૧૦ પ્રકરણમાંથી ક્રમ નંબર ૫, ૬ અને ૯ જ્યારે ગુજરાતીનાં ૨૬ પ્રકરણમાંથી ક્રમ નં. ૫, ૧૧, ૧૪, ૧૬, ૧૮, ૧૯, ૨૫ અને ૨૬ રદ કરવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. વિષય શિક્ષકોના જણાવ્યાનુસાર ૩૦ ટકા કોર્સ રદ કરવાનો લીધે ઘણાં મહત્વના મુદ્દાઓ શિખવાથી વિદ્યાર્થીઓ વંચિત રહેશે.