ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર

દ્વારકા જિલ્લામાં હોમગાર્ડ દળમાં ભરતી..

દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળમાં ભરતીઃ
હોમગાર્ડઝ દળમાં ભરતી થવા ઈચ્છુક ઉમદવારો તા.૦૩ નવેમ્બર,૨૦૨૧ સુધી અરજી કરી શકશે

દ્વારકા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળમાં નિષ્કામ સેવા આપવા માંગતા હોમગાર્ડઝ સભ્યોની ભરતીનું આયોજન કરવામાં આવેલ છે.

જે અન્વયે દ્વારકા જિલ્લામાં હોમગાર્ડઝ દળમાં ભરતી થવા ઈચ્છુક પુરુષ અને સ્ત્રી ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને 18 થી 50 વર્ષની ઉંમર(તા.1.11.2021)ના રોજ 18 વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ) તેમજ પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછો 50 કિલો વજન અને 162 સે.મી.ઊંચાઈ તથા 79 સે.મી.છાતી (5 સે.મી. છાતી ફુલાવી શકવા જોઈએ) અને સ્ત્રી ઉમેદવાર માટે ઓછામા ઓછો 40 કિલો વજન અને ૧૫૦ સે.મી.ઊંચાઈ મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ઉપર મુજબની લાયકાત પરિપૂર્ણ કરનાર ઉમેદવારો પૈકી પુરુષ ઉમેદવારો એ વધુમાં વધુ 9 મિનિટમાં 1600 મીટર દોડ અને સ્ત્રી ઉમેદવારોએ વધુમાં વધુ 5 મિનિટ અને 20 સેકન્ડમાં 800 મીટર દોડની શારીરિક કસોટી પાસ કરવાની રહેશે. ભરતી અન્વયે નિઃશુલ્ક ફોર્મ પોર ગેઈટ- ખંભાળીયા, હોમગાર્ડઝ ચોક – દ્વારકા, દરબાર ગઢ – ભાણવડ, ગઢ મેઈન બજારની બાજુમાં – જામરાવલ, આશાપુર મંદીરની સામે – મીઠાપુર, ખોડીયાર મંદીર રોડ – ઓખા અને કે.પી.ટી. કોલોની – વાડીનાર ખાતે ઓફિસર કમાન્ડીંગશ્રી હોમગાર્ડઝ યુનિટ કચેરી માંથી યુનિટ વાઈઝ મેળવી લઈ વિગતો ભરી તા.3.11.2021 સુધીમાં સવારે 10 થી 18 કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + 16 =

Back to top button
Close