અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં કોરોનામાં રિકવરીરેટ 96%એ પહોંચ્યો,

કુલ 2,677 કેસમાંથી 2,567 લોકો સાજા થયા, સોમવારે કોરોનાના વધુ 18 કેસ
અમદાવાદ જિલ્લામાં સોમવારે વધુ ૧૮ કેસ કોરોના પોઝિટિવના મળી આવ્યા હતા. જેમાં સાણંદ અને ધોળકામાં ૪-૪ કેસ, સાણંદ અને ધોળકામાં ૪-૪ કેસ, વિરમગામ, દસક્રોઇ, ૧-૧ કેસ મળી આવ્યો હતો.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૨,૬૭૭ થઇ ગઇ છે. જેમાંથી ૨,૫૬૭ લોકો સાજા થયા છે. જિલ્લામાં ૧,૮૮૧ લોકો હાલમાં હોમ કર્વારન્ટાઇનમાં છે. જિલ્લા માટે સારી બાબત એછેકે રિકવરી રેટ ૯૬ ટકાએ પહોંચી ગયો છે અને મૃત્યુંઆંક ૨ ટકા એ અટકી ગયો છે.જિલ્લામાં કોરોના સંક્રમણમાં હાલમાં ૬૧૧ કેસ સાથે સાણંદ તાલુકો મોખરે છે.જ્યારે ૨૯ કેસ સાથે ધોલેરા તાલુકામાં સૌથી ઓછા કેસ જોવા મળ્યા છે.