સ્પોર્ટ્સ

RCB vs MI: મુંબઈનો વિજય, પ્લે-ઓફમાં એન્ટ્રી પાક્કી

મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાય રહેલી IPL-2020 ની 48મી મેચમાં મુંબઈનો બેંગ્લોર સામે 5 વિકેટથી વિજય થયો છે અને આ સાથે જ મુંબઈની પ્લે-ઓફમાં એન્ટ્રી થઈ છે.

મુંબઈ પ્લે ઓફ માટે ક્વોલિફાઈ કરનારી હાલની સિઝનની પહેલી ટીમ બની ગઈ છે. આ મુંબઈની 8મી જીત રહી. 12 મેચોમાં 16 પોઈન્ટ સાથે મુંબઈ ટોચ પર છે. જ્યારે બેંગલુરુની આ પાંચમી હાર છે અને 12 મેચોમાં તેના 14 પોઈન્ટ છે. બેંગલુરુએ પ્લે ઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે હજી એક મેચ જીતવી પડશે.

મુંબઈએ બેંગલોર સામે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બેટિંગ કરવા ઉતરેલી બેંગલોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે ગુમાવી 164 રન કર્યા. બેંગલોર તરફથી દેવદત્ત પડિક્કલે સૌથી વધારે 45 બોલમાં 12 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 74 રન કર્યાં. દેવદત્તે લીગમાં પોતાની ચોથી ફિફ્ટી ફટકારી. ફિલિપે 24 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા. જ્યારે મુંબઈ માટે જસપ્રીત બુમરાહે 04 ઓવરમાં 14 રન આપીને 03 વિકેટ ઝડપી. એ સિવાય ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચહર અને કાયરન પોલાર્ડે 1-1 વિકેટ લીધી. દેવદત્ત પડિક્કલ અને જોશ ફિલિપે 7.5 ઓવરમાં 71 રનની ભાગીદારીની મદદથી બેંગલોરને એક સારી શરૂઆત મળી.

સૂર્યકુમારની શાનદાર બેટિંગ

સૂર્યકુમાર યાદવે એક છેડો સાચવી રાખતા દમદાર બેટિંગ કરી હતી. તેણે 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં સૂર્યકુમારની ત્રીજી અડધી સદી છે. સૌરભ તિવારી 5 રન બનાવી સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિણાલ પંડ્યા (10)ને ચહલે આઉટ કરી બેંગલોરને ચોથી સફળતા અપાવી હતી. હાર્દિક પંડ્યા 15 બોલમાં બે છગ્ગા સાથે 17 રન બનાવી મોરિસનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ 43 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 79 રન બનાવી અણનમ રહ્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × four =

Back to top button
Close