સ્પોર્ટ્સ

RCB vs KXIP: પંજાબ એ બેંગલોર ને 8 વિકેટથી આપ્યો પરાજય..

પંજાબે સતત પાંચ હાર બાદ આ જીત મળી છે.

31 મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે હરાવ્યું છે. જેના જવાબમાં પંજાબે 20 ઓવરમાં 177 રન બનાવીને જીત મેળવી. કિંગ્સની ટીમે કપ્તાન લોકેશ રાહુલ અને ક્રિસ ગેલની ફિફટી થકી 20 ઓવરના છેલ્લા બોલે ટાર્ગેટ ચેઝ કર્યો. રાહુલે લીગમાં પોતાની 20 મી અને ગેલે 29 મી ફિફટી મારી. ટીમને છેલ્લી ઓવરમાં 2 રનની જરૂર હતી, ત્યારે ચહલે પ્રથમ પાંચ બોલમાં માત્ર 1 રન આપ્યો હતો અને ગેલ રનઆઉટ થયો હતો. અંતિમ બોલે પૂરને સિક્સ મારી પંજાબને મેચ જીતાડી.

RCB માટે કોહલીની ૨૦૦ મેચ પૂરી । કોહલીએ  પંજાબ સામેની મેચ માટે મેદાનમાં ઉતરતાની સાથે નવી સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ મેચો રમવાના મામલે બેંગ્લોર તરફથી ૨૦૦ મેચ પૂરી કરી હતી. કોહલી IPLના ઇતિહાસમાં બેંગ્લોર માટે પોતાની ૧૮૫મી મેચ રમ્યો હતો. આ સાથે તે આરસીબી માટે ૨૦૦ મેચ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો હતો.

શમીએ એક જ ઓવરમાં કોહલી અને ડિવિલિયર્સને આઉટ કર્યા
મોહમ્મદ શમીએ ઇનિંગ્સની 18મી ઓવરમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સને પેવેલિયન ભેગા કર્યા. ડિવિલિયર્સ 2 રને શમીની બોલિંગમાં દિપક હુડા દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી કોહલી પણ આ જ ઓવરમાં શોર્ટ બોલ પર શોટ રમવા કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 39 બોલમાં 3 ફોરની મદદથી 48 રન કર્યા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + fourteen =

Back to top button
Close