RCB vs KKR: બેંગલોરની 8 વિકેટે જીત,સિઝનનો સૌથી નાનો સ્કોર 85 રનનો ટાર્ગેટ

વિરાટ કોહલીની ટીમ આરસીબી આ સીઝનમાં નવા રંગરૂપ સાથે જોવા મળી રહી છે. ટીમ હવે પ્લેઓફથી માત્ર એક જીત દૂર છે.
કલકત્તા અને બેંગલોર વચ્ચે રમાયેલી IPLની મેચમાં બેંગલોરનો 8 વિકેટથી વિજય થયો છે. કલકત્તાએ આપેલા સિઝનના સૌથી નાના 85 રનના લક્ષ્યને બેંગલોરે 13.3 ઓવરમાં ચેઝ કરી લીધો. બેંગલોરે 13.3 ઓવરમાં 85-2 રન બનાવ્યા.બેંગલોરની આ 7મી જીત હતી અને તે 10 મેચોમાં 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર રન રેટના આધાર પર બીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે કલકત્તાની આ 5મી હાર છે અને તે 10 મેચોમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે.
કોલકત્તાના બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કેપ્ટન મોર્ગનને ભારે પડ્યો હતો. આજે તેના બેટ્સમેન ક્રિઝ પર આવવાની સાથે પેવેલિયન પરત ફરી રહ્યાં હતા. ટીમે માત્ર 3 રન પર ત્રણ, 14 રનમાં ચાર અને 32 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને ઈનિંગની બીજી ઓવરમાં રાહુલ ત્રિપાઠી (1)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ વિકેટ પડવાની લાઇન લાગી હતી. શુભમન ગિલ (1), નીતીશ રાણા (0), ટોમ બેન્ટન (10), દિનેશ કાર્તિક (4) રન બનાવી આઉટ થયા હતા.