ન્યુઝસ્પોર્ટ્સ

RCB vs DC: દિલ્હી કેપિટિલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટથી આપ્યો પરાજય

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાય રહેલી IPLની મેચમાં દિલ્હી કેપિટિલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટથી પરાજય આપ્યો છે.

દિલ્હીની આ જીત સાથે જ પોઈન્ટ ટેબલમાં દિલ્હી બીજા સ્થાને આવી છે અને બેંગ્લોરની ટીમ ત્રીજા ક્રમે આવી ગઈ છે. બંન્ને ટીમો પ્લે ઓફમાં પહોંચવામાં સફળ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાય રહેલી IPL 2020 ની 55મી મેચમાં દિલ્હીએ ટૉસ જીતી બોલિંગ પસંદ કરી હતી. જે બાદ બેટિંગ માટે ઉતરેલી બેંગલોરની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુંકસાન પર 152 રન કર્યા છે.

પ્લેઓફની ત્રણ ટીમ ફાઇનલ
મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ચુકી હતી. હવે આજે દિલ્હી કેપિટલ્સે જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન મેળવી લીધું છે. તેના 16 પોઈન્ટ થઈ ગયા છે. RCB પણ હાર બાદ ખુશ છે. તે પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય આવતી કાલે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચ બાદ થશે. જો હૈદરાબાદની ટીમ જીતશે તો તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી જશે. જો મુંબઈનો વિજય થશે તો કોલકત્તા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચશે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close