સ્પોર્ટ્સ

RCB એ CSK ને 37 રનથી આપ્યો પરાજય, RCB પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને;

IPLની 13 મી સીઝનની 25 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર એ ચેન્નાઈ સુપરકિંગ્સ ને 37 રને હરાવ્યું છે. દુબઈમાં રમાયેલી મેચમાં બેંગલોરે ટોસ જીતીને 170 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નાઈ 8 વિકેટે 132 રન જ બનાવી શક્યું. ચેન્નાઈ સામે બેંગલોરની આ રનના માર્જિનથી સૌથી મોટી જીત છે.

બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી 90 રન કર્યા. 52 બોલમાં 4 ફોર અને 4 સિક્સની મદદથી અણનમ 90 રન કર્યા. આ ઇનિંગ્સ દરમિયાન તેણે લીગમાં 6 હજાર રન પૂરા કર્યા. કોહલીએ IPLમાં 38મી અડધી સદી ફડકારી મારી અને આ જીત સાથે જ બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. આ સીઝનમાં ચેન્નાઈ 7 માંથી 5 મેચ હાર્યું છે. ટીમ ઓપનિંગ મેચ જીત્યા બાદ સતત ત્રણ મેચ હાર્યું. પાંચમી મેચ જીત્યા પછી હવે સતત 2 મેચ હાર્યું છે.

કપ્તાન કોહલીએ પોતાની વિરાટ ઈનિંગ રમી. કોહલીનું 90 રન અને દેવદત્ત પડિક્કલે 34 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું. બંન્ને ખેલાડીએ બીજી વિકેટ માટે 53 રન અને પછી શિવમ દુબેના અણનમ 22 રન સાથે પાંચમી વિકેટ માટે 76 રનનોની ભાગીદારી નોંધાવી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close