RBI: ભારતમાં આ પ્રકારના પેમેન્ટમાં છેલ્લા 5 વર્ષમાં 5.8 ગણું વધ્યું છે.

યુવાનોમાં સ્માર્ટફોન અને ડિજિટલ ટ્રાંસેક્શનનો ઉપયોગ સતત વધતો જોવા મળી રહ્યો છે. 5 વર્ષમાં ડિજિટલ પેમેન્ટમાં લગભગ છ ગણો વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓ ઓનલાઇન ટ્રાંસેક્શન ફીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડિજિટલ ટ્રાંસેક્શનનું મૂલ્ય 15.2 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 920.38 લાખ કરોડ રૂપિયાથી વધીને 1,623.05 લાખ કરોડ રૂપિયા થયું છે.

કેન્દ્રીય બેંકના ડેટા પ્રમાણે વર્ષ 2015-16 થી 2019-20 વચ્ચે ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધ્યું છે. ડિજિટલ પેમેન્ટની સંખ્યા માર્ચ 2016 માં 593.61 કરોડથી વધીને માર્ચ 2020 સુધીમાં 3434.56 કરોડ થઈ ગઈ છે જે પાંચ વર્ષમાં લગભગ 5.8 ગણું વધ્યું છે.ચાલુ નાણાકીય વર્ષના આંકડા હજી ઉપલબ્ધ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી RBIએ ડિજિટલ વ્યવહારો પરની ફીમાં ભારે ઘટાડો કર્યો છે, NEFTની સુવિધા 24 કલાક ઉપલબ્ધ કરાઈ છે. RTGSને 24 કલાક બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે.