મોરવા હડફ ના સુલીયાત ગામના રેશનકાર્ડ ધારકોને મફત અનાજનો જથ્થો ના ફળવાતા આવેદનપત્ર આપવામાં આવ્યું
લોકડાઉનમાં કેન્દ્રની સરકાર દ્વારા PMGKAY યોજના દ્વારા ગરીબ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામના ગરીબ રેશનકાર્ડ ધારકોને PMGKAY યોજનાનો લાભ છેલ્લા બે મહિનાથી મળતો ન હોવાની બૂમો જોવાઈ રહી છે. સુલીયાત ગામના 850 ગરીબ રેશનકાર્ડ ધારકો ને છેલ્લા બે માસથી આ લાભથી વંચિત રહી જવા પામ્યા છે. આ ગામના સસ્તા અનાજના સંચાલકને બે મહિનાથી PMGKAY યોજનાનો મફત અનાજનો જથ્થો ફાળવવામાં આવતો નથી જેના લીધે ગરીબ પરિવારો મફત અનાજથી વંચિત રહયા છે. ગામના લોકો વારંવાર તાલુકા અને જિલ્લા કક્ષાએ મોખિક તેમજ લેખિત રજુઆત કરવા છતાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગરીબ પરિવારોની ભૂખ સંતોષવામાં આવતી નથી.સુલીયાત ગામના ગરીબ લાભાર્થીઓએ આજે જિલ્લા કલેકટર કચેરીએ આવી જુલાઈ અને ઓગસ્ટ મહિનાના અનાજના જથ્થાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.હવે જોવાનું રહયું છે કે પુરવઠાતંત્ર આ ગરીબ પરિવારોની ભૂખ સંતોષે છે કે નહીં કે પરિસ્થિતિ જેવી છે તેવી જ રેહશે..
બાઈટ:- ખાંટ ભલાભાઈ,રેશનકાર્ડ ધારક,ગામ સુલીયાત.