
એલસીબીની ટીમે રણજીતનગર વિસ્તારમાંથી દબોચ્યો : રાણાવાવ મોકલવા કાર્યવાહી
પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાંથી રહેતા શખ્સને એલસીબીએ દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં વર્ષ 2019 ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લાં એક વર્ષથી નાસતા ફરતા પ્રદીપ ઉર્ફે પદીયો જેન્તી વીછી ખત્રી નામનો શખ્સ રણજીતનગર વિસ્તારમાં તેના ઘરે હોવાની એલસબીના હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે પીઆઈ કે.જી. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલાવડિયા, ફિરોજભાઈ દલ, ખીમભાઈ ભોચિયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, વનરાજભાઈ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન દબોચી લઇ આ અંગે રાણાવાવ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.