રાજકોટ: પોલીસ કોન્સ્ટેબલ ફિલ્મીઢબે દારૂ ભરેલી બોલેરોમાં 42 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો..

રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ રાત્રે 3 વાગ્યે જીવના જોખમે ફિલ્મીઢબે દારૂ ભરેલી બોલેરોમાં ચડ્યા, ચાલકનો કચડવાનો પ્રયાસ, ઠાઠામાં 1 કલાક ફંગોળાયા છતાં દારૂ ઝડપ્યો
રાજકોટમાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધતી જાય છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. ગત રાત્રે ત્રણ વાગે પેટ્રોલિંગ દરમિયાન સ્નેહભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકી વિદેશી દારૂ ભરેલી બોલેરો અને ચાલકને ઝડપી પાડ્યો હતો. 11 ઓક્ટોબરે રાત્રે ત્રણ વાગ્યે અમારી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન આજીડેમ ચોકડી માનસરોવર સોસાયટી નજીક જયશ્રી દ્વારકાધીશ લખેલી બોલેરો કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. એટલું જ નહીં ત્યાં પહોંચતા બાતમી મુજબની બોલેરો ઉભી હતી.
દારૂ ભરેલી બોલેરો કારમાં સ્નેહભાઈએ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા હતા. આથી બોલેરોચાલકે તેને કચડવાનો પ્રયાસ કરવા સર્પાકાર બોલેરો ચલાવી હતી. જેમાં સ્નેહભાઈ બોલેરોના ઠાઠામાં એક કલાક સુધી ફંગોળાયા હતા. અંતે બોલેરો કાર ઝાડ સાથે થડાઈ હતી અને ચાલક ભાગી ગયો હતો. પરંતું ઈજાગ્રસ્ત સ્નેહભાઈની બહાદુરીથી ચાલક અને 42 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.