
જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થયા છે. આ જવાન ફરજ દરમિયાન શહીદ થયા છે. ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા જમ્મુ-કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમને ગોળી વાગતા શહીદ થયા છે. જવાનના પાર્થિવ શરીરને આજે તેમના વતન ચોરવીરા લાવવામાં આવશે. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપી તેમના પ્રાથીવદેહ ને અંતિમ વિદાય આપવામાં આવશે.દેશની રક્ષા માટે બલિદાન આપનાર આ વીર જવાનને હદયપૂર્વક શ્રદ્ધાંજલિ!