રાજકોટ

રાજકોટને પાણી ખૂબ મળ્યું (48 ઈંચ વરસાદ) છતાં હજુ રોજ પાણીની ફરિયાદો!

પાણી ઓછું કે નહીં મળ્યાની ફરિયાદો! 2700 લાઈન તૂટવાની, 2500 પ્રદુષિત પાણી વિતરણની ગંભીર ફરિયાદ

રાજકોટને બે વર્ષ ચાલે એટલું પાણી મેઘરાજાએ ધરતી પર વરસાવી દીધું. સપ્ટેમ્બર માસ આજી સહિતના જળાશયોમાંથી ઓવરફ્લો જારી રહ્યો હતો, પાણી મેળવવાની છૂટ જ છૂટ હતી છતાં આ મહિનાના પચીસ દિવસમાં આશરે ૧૮૦૦ ફરિયાદો થઈ છે. ગંભીર બાબત એ છે કે આશરે ૩૦૦ કેસમાં તો વાલ્વ ખુલ્લો રહી જતા લાંબો સમય પાણી વેડફાયું છે! જ્યારે પાણીના વેડફાટમાં ફરિયાદ થાય અને ભારપૂર્વક રજૂઆતો થાય તો જ તંત્ર બે-પાંચ હજારનો દંડ વસુલે છે. 

પાણીનું ચેકીંગ ભૂતકાળમાં ક્યારેક થાય છે અને તે ચેકીંગ પણ પોઝીટીવલી નહીં, નેગેટીવલી એટલે કે પાણીચોરી પકડવા માટે કોઈ એકાદ-બે સ્થળે થાય છે જ્યારે લોકોને પાણી પુરતું મળ્યું કે નહીં, ચોખ્ખુ મળ્યું તેનુ ચેકીંગ નિયમિત કરાતું નથી. એપ્રિલથી અત્યાર સુધીમાં ૨૭૦૦થી વધુ સ્થળે લાઈન લીકેજ થઈ છે અને લાખો લિટર પાણી નબળી પાઈપલાઈનથી વેડફાયું છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close