રાજકોટ

રાજકોટ ડિવિઝને દિવ્યાંગોને રેલ્વે કન્સેશન કાર્ડ મેળવવા માટે ની અરજી ઓનલાઇન આપવા માટે ની સુવિધા શરૂ કરી

રેલ્વે પ્રશાસન દ્વારા દિવ્યાંગોને ટ્રેનમાં મુસાફરી માટે રાહત દરે ટિકિટ આપવા માટે “દિવ્યાંગ કન્સેશન કાર્ડ” જારી કરવામાં આવે છે. પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિજન દ્વારા દિવ્યાંગોને તેમના રેલ્વે કન્સેશન કાર્ડ મેળવવા માટે ની અરજી ઓનલાઇન આપવા માટે ની સુવિધા શરૂ કરાઈ છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ, હાલમાં કોરોના રોગચાળા (કોવિડ – 19) દરમિયાન દિવ્યાંગ મુસાફરોને આ કાર્ડ આપવામાં અગવડતા ન થાય તે માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા “દિવ્યાંગ સારથી એપ” શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગ યાત્રી ગૂગલ પ્લે સ્ટોર પરથી “દિવ્યાંગ સારથી એપ્લિકેશન” ડાઉનલોડ કરી શકે છે અને આ એપ્લિકેશન દ્વારા “દિવ્યાંગ કન્સેશન કાર્ડ” માટે અરજી કરી શકે છે.

આ એપ્લિકેશન સિવાય, દિવ્યાંગ યાત્રી https://railsaarthi.in/auth/login વેબસાઇટ માં લૉગ ઇન કરીને દિવ્યાંગ કન્સેશન કાર્ડ માટે અરજી કરી શકે છે. અરજી કરતી વખતે રાજકોટ ડિવિજન ની પસંદગી કરવી ફરજિયાત છે, જેથી અરજી રાજકોટ ડીઆરએમ ઓફિસ ને પ્રાપ્ત થઈ શકે. આમાં, અરજદારે બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરવી પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. દિવ્યાંગો એ તેમના મોબાઇલ નંબર આપવો ફરજિયાત રહેશે, જેથી જ્યારે “દિવ્યાંગ કન્સેશન કાર્ડ” તૈયાર થાય ત્યારે અરજદારનો સંપર્ક કરી શકાય. એકવાર કાર્ડ તૈયાર થઈ જાય, પછી અરજદારને ડીઆરએમ ઑફિસમાં બોલાવવામાં આવશે. જ્યારે બોલાવવામાં આવે ત્યારે અરજદારએ મૂળ દસ્તાવેજો સાથે હાજર હોવું આવશ્યક છે. એવા લોકો કે જેમણે પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ જ અરજી સબમિટ કરી છે, તેમને ફરીથી અરજી કરવાની જરૂર નથી.

દિવ્યાંગ મુસાફરોને “રેલવે કન્સેશન કાર્ડ” મેડવવા માટે ની અરજી ઓનલાઇન આપવા માટે ની સુવિધાનો લાભ લેવા અપીલ કરવા માં આવી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen + 20 =

Back to top button
Close