
રાજ્યોમાંથી યુવાનોને નોકરી માટે રાજકોટ બોલાવી બાદમાં અવાવરું જગ્યા પર લઇ જઇ લાઇટર પિસ્તોલ બતાવી લૂંટ ચલાવતા હતા. રાજકોટ પોલીસે સતીષ જળું , ભૌતિક ચાવડા અને વિશાલ ચાવડા. આ 3 શખ્સો રાજકોટ શહેરમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવે છે
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદી દ્વારા આપેલ ફરિયાદના આધારે તપાસ કરતા માં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા જ 3 જવાનો દ્વારા લૂંટ ચલાવતા હોવાનું સામે આવતા પોલીસે આરોપીઓ ની ધરપકડ કરી આરોપીઓ પાસેથી 3 લાઇટર પિસ્તોલ, 3 મોટરસાઇકલ, મોબાઇલ ફોન રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે આરોપીઓ ની મોડેસ ઓપરેન્ડી? પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ફેસબુક મારફત નોકરી વંચિત યુવકોનો સંપર્ક કરી રાજકોટ બોલાવી બાદમાં અવાવરું જગ્યા પર લઇ જઇ તેમને લાકડી પાઇપ વડે માર મારી, લાઇટર પિસ્તોલ બતાવી ધમકી આપી રોકડ રકમ સહિતની લૂંટ ચલાવતા હતા. પકડાયેલ આરોપી અત્યાર સુધી 5 જેટલા યુવકોને રાજકોટ બોલાવી લૂંટ ચલાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
લાઇટર પિસ્તોલના ફોટો બતાવીને હથિયાર વેચવાની લાલચ આપતા.લૂંટની સાથે સાથે આરોપીઓ દ્વારા અસલી હથિયારને ટક્કર આપે તેવા લાઇટર પિસ્તોલના ફોટોગ્રાફ્સ બતાવી હથિયાર વહેંચવાની પણ લાલચ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કોઈ લોકો સાથે લૂંટ ચલાવવામાં આવેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.