રાજકોટ

રાજકોટ: કલેકટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત.

તોઓ નિવાસસ્થાનેથી રૂટિન કામગીરી શરૂ રાખશે.

શહેર માં દિવસે ને દિવસે કોરોના નો કહેર વધતો જાય છે. ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  આ સમગ્ર મામલે સતાવાર જાહેરાત હજી કરવામાં આવી નથી.તેમને સામાન્ય લક્ષણો દેખાતા તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.. હાલ તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં છે. તોઓ નિવાસસ્થાનેથી રૂટિન કામગીરી શરૂ રાખશે.

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હવેથી એરપોર્ટ, બસ પોર્ટ તેમજ રેલવે સ્ટેશનમાં મુસાફરોના ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.તો આવતીકાલથી સરકારી તેમજ ખાનગી બસના પિક અપ તેમજ ડ્રોપિંગ પોઇન્ટ પર પણ મુસાફરોના સ્ક્રીનીંગ તેમજ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આજે લાંબા સમય બાદ પુરીથી આવેલી ટ્રેન જે રાજકોટથી ઓખા જઈ રહી હતી. ટ્રેનમાંથી 67 મુસાફરો રાજકોટ ખાતે ઉતર્યાં હતા તેમા 10 જેટલા મુસાફરોની અંદર શંકાસ્પદ લક્ષણો જણાયા હતા જે ટેસ્ટિંગ દરમિયાન એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ કવૉરન્ટીન કરવામાં આવી છે.

 રાજકોટમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો મૃત્યુઆંકમાં પણ થઈ રહ્યો છે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ તેમજ જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 39 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં 39 પૈકી રાજકોટ શહેરના 31 દર્દીઓ, ગ્રામ્યના 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓના મોત નીપજ્યા હોવાનુ સામે આવ્યું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close