રાજકોટ બ્રેકીંગ; કોરોનાને કારણે વિદ્યાર્થીઓ લાઇબ્રેરી સુધી આવી શકતા નથી તેના કારણે આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે..

કોરોના મહામારીના કારણે ગુજરાત રાજ્યમાં શાળા અને કોલેજો દિવાળી બાદ ખુલે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. બીજી તરફ છેલ્લા છ મહિનાથી શાળા-કોલેજ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. આવા સંજોગોમાં એક સરકારી શાળાના આચાર્ય દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.

વનીતાબેન રાઠોડ રાજકોટ શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા શાળા નંબર 93માં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. કોરોના મહામારીના કારણે છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીઓ માટે શાળા અને કોલેજોના દ્વાર બંધ થયા છે. જેથી તેમના અભ્યાસને અસર પડી રહી છે. અભ્યાસમય અંધકારને દૂર કરવા જાગૃત આચાર્યે અનોખું અભિયાન છેડ્યું છે. તે ઘરે ઘરે પુસ્તકો પહોંચાડી રહ્યાં છે. આ વિતરણ કાર્યમાં તેઓ રોજના ત્રણ કલાક ફાળવે છે. શાળા બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ લાઇબ્રેરી સુધી આવી શકતા નથી તેના કારણે આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે