
રાજકોટ:- જંકશન પ્લોટ વિસ્તારનાં ઉખડીયા ફાટક પાસે જ સરાજાહેર મહિલા સહિત કુલ બે ની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન અન્ય એક મહિલાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. હાલ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. મળતી વિગત મુજબ હત્યા કર્યા બાદ આરોપીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ડીસીપી મનોહરસિંહજી જાડેજાએ જણાવ્યા મુજબ આરોપીની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ છે. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જો કે કોર્ટ દ્વારા સમાધાન થતા પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઇમરાને હુમલો કરીને પોતાની પત્ની તેના મામા સસરા અને સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને મામા સસરાનું મોત થયું હતું. જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.