
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક. આજે ઓપન બજારમાં મગફળીના ભાવ 20KG એ રૂ.1000 થી રૂ.1200 સુધીના ભાવ મળી રહ્યા છે. નિકાસ વધતા મગફળીની માંગ પુષ્કળ વધી. ટેકાના ભાવે 1055 અને ઓપન બજારમાં 1200 સુધીના ભાવો મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ સમગ રાજય..

મળતી માહિતી મુજબ સમગ્ર રાજય સાથે સાયલા APMC માં પણ સરકાર દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાગે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સરકારના ધારાધોરણ મુજબ નક્કી કરેલા ભાવ અને વજન પ્રમાણે ખેડુતો પાસેથી મગફળી ખરીદવામાં આવી રહી છે. જેમાં સાયલા APMC માં સાયલા સહિત આસપાસના ગામોના ખેડુતો મગફળીનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન બાદ નંબર પ્રમાણે આવે છે ત્યારે બીજે દિવસે સાયલા APMC ખાતે મગફળીની ખરીદીમાં ખેડુતોએ હોબાળો કર્યો હતો. જેમાં ખેડુતો પાસેથી પ્રતિ બારદાન દીઠ અંદાજે ૨૦૦થી ૩૦૦ ગ્રામ જેટલી મગફળી વધુ લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ખેડુતોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો.