
ભાજપના નેતાએ આક્ષેપ કર્યો કે વગ ધરાવતા કોર્પોરેટરનાં કામ પહેલા થાય છે.
ભાજપ શાસક કોર્પોરેશનમાં ભાજપના જ નેતા કશ્યપ શુક્લાએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેટરના વિસ્તારમાં ઝડપથી કામ થયા છે. જેને લઈને બોર્ડમાં સોંપો પડી ગયો હતો. રાજકોટમાં આજે મનપાની જનરલ બોર્ડની બેઠક તોફાની બની હતી. પેવર બ્લોક મુદ્દે બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો દો ગજની દૂરી ભૂલીને નિયમોનો ઉલાળિયો કર્યો હતો. બંને પક્ષોએ પ્રજાના પ્રશ્નોને બાજુ પર મૂકીને ટોળા વળીને સામ સામે આક્ષેપો કર્યાં હતાં.
મનપાની વર્તમાન ટર્મનું છેલ્લુ જનરલ બોર્ડ આજે મળ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસના 28 કોર્પોરેટરોએ કુલ 39 પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતા. સૌથી પહેલા કોંગ્રેસના વોર્ડ નંબર 13નાં મહિલા કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે રોડ કેમ તૂટી જાય છે તેનો જવાબ માંગતા વિપક્ષ અને શાસકો વચ્ચે ઉગ્ર બોલાચાલી હતી અને બંને પક્ષો આમને સામને આવી ગયા હતા.

કશ્યપ શુક્લએ કોઇ પક્ષનું નામ ન લેતા ભાજપ અને કોંગ્રેસ બંન્નેના પ્રદેશ હોદ્દેદારો મુંઝવણમાં મૂકાયા હતા અને જનરલ બોર્ડમાં સોંપો પડી ગયો હતો. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે કશ્યપ શુક્લ વોર્ડ નંબર 3ની વાત કરતા હોવાનો દાવો કર્યો હતો અને કોંગ્રેસના કોર્પોરેટર દાદાગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કમિશનરે કહ્યું કે સાહેબ આપ એકવાર રાજકોટમાં આંટો તો મારો. આ સવાલને લઈને કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા અને ભાજપના કોર્પોરેટર આમને-સામને આવી ગયા હતા. ઘનશ્યામ જાડેજાએ કહ્યું હતું કે તમે બધા શું કરો છો એ મન ખબર છે.