રાજકોટ
રાજકોટ ભાજપને પડ્યો મોટો ફટકો: કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા

હાર્દિકનું પ્રથમ જબરૂ ઓપરેશન: કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપ ધારાસભ્યના વોર્ડના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા અને તેના પુત્ર સહિત ભાજપના ૬૦ જેટલા કાર્યકરોનો કોંગ્રેસમાં પ્રવેશ
ભાજપની કાર્યકરો પ્રત્યેની ઉવેખના અને લોકોના મૂર્ખ બનાવવાના ધંધાથી હવે ખુદ ભાજપના લોકો જ કંટાળ્યા છે. મુખ્યમંત્રીના હોમટાઉનથી ભાજપમાં ભંગાણ પડવાનું શરૂ થયુ છે. આ સીલસીલો હજુ આગળ વધશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતું.