રાજકોટ
રાજકોટ: કુવાડવા નજીક ચાલુ બસમાંથી ઉતરવા જતાં યુવાનનું મોત

કુવાડવામાં એસટી બસમાં બેઠેલો યુવાન ચાલુ બસમાંથી ઉતરવા જતાં પડી જવાથી તેના પર બસના વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ જે. કે. પાંડાવદરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલમાં ખસેડ્યો હતો.
પોલીસની તપાસમાં આશરે ૩૫ વર્ષનો યુવાન દાહોદથી ધોરાજી જવા માટે એસટી બસમાં બેઠો હતો. મૃતકે દાહોદથી ધોરાજી જવા માટેની ટિકીટ લીધી હતી. તેની ઓળખ થાય તેવી બીજી કોઇ ચીજ વસ્તુ તેની પાસેથી મળી નથી. બસ હોલ્ટ થવાની ઉતરવા જતાં પડી ગયાની શકયતા છે. મૃતક યુવાનની કોઈ ઓળખ ન મળતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.