રાજકોટ: અમીન માર્ગ પર આવેલા ટ્રુ સ્ટાઇલ બ્યુટી પાર્લરમાં બે કોરોના ના કેસ આવતા કુલ ૪૭ પોઝિટિવ કેસ.

મહાપાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે અમીન માર્ગ અને હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાં કોરોનાના પોઝિટિવ કેસો શોધવા માટેનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રુૃ સ્ટાઇલ બ્યુટી પાર્લરમાં ચેકિંગ કરતા ત્યાં બે કર્મચારીના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
હવે આવતા દિવસો માં શહેર ના દરેક બ્યુટી પાર્લર અને હેર સલૂનમાં પણ મહાનગર પાલિકા ચેકીંગ કરશે.મહાનગરપાલિકાએ આજે બપોરે જાહેર કરેલી વિગતો મુજબ આજે તા. ૧૭-૦૯-૨૦૨૦ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરના કુલ પોઝિટિવ કેસ ૪૭૭૪ નોંધાયા છે. આજ સુધીમાં કુલ ૩૩૨૦ દર્દી ડિસ્ચાર્જ થયા છે.
મ્યુનિ. કમિશનરે વધુ માં જણાવ્યું હતું કે, શહેરના દરેક લોકો ને ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રની સેવાનો લાભ મળી રહે તે માટે વિશેષ સમયની સેવાઓ ચાલુ કરવામાં આવી છે.