રાજકોટ: કુલ 32 જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાઇ જાણો,

સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર, માસ્ક ન પહેરનાર, પોલીસના ઝપટે ચડયા : 32 ગુના નોંધાયા ટ્રીપલ સવારી બાઇક પર નીકળેલા રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડનાર પોલીસના ઝપટે ચડયા

કવોરન્ટાઇન ભંગ કરનાર સુરેશ બાબુભાઇ કવા સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.માસ્ક ન પહેરનાર રીયાઝ હસનઅલી હેમનાણી, સંજય ગોવિંદ સાંચલા, રાહુલ સામત સિંધવ અને સતીષ ગોકળભાઇ સિંધવે દંડ ન ભરતા પોલીસે ગુનો નોંઘ્યો હતો. દુકાન પર સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર લીમડા ચોક નજીક આવેલ મોમાઇ પાન ટી સ્ટોલના વિપુલ ભારથી, જગદીશ ભારથી ગોસ્વામી, મવડી રોડ પરની પટેલ પાનના મુકેશ રામજી ગડારા સહિતના દુકાનદારો સામે ફરીયાદ નોંધાઇ હતી.
કાર ચાલક અલ્પેશ રમેશ ગોહેલ, ટ્રીપલ સવારી બાઇક પર નીકળેલા ચાલક ઉમેશ અનુભાઇ પરસાડીયા, રાજેશ ગુલાબચંદ શર્મા સહિતના સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.નિયમથી વધુ પેસેન્જર બેસાડનાર રીક્ષા ચાલક પંકજ પુનાભાઇ ગઢવી, રાકેશ હસમુખ મેંઢા, નદીમભાઇ અલારખાભાઇ મકરાણી, જમીલ યુસુફભાઇ વારાની, દીનેશ ભલાભાઇ વાઘેલા,સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.