રાજકોટ: કોરોના મહામારી વચ્ચે એલોપેથીનો બોગસ તબીબ ઝડપાયો

જે ક્લિનિકમાં કમ્પાઉન્ડર હતો ત્યાં જ ડોક્ટર બની પ્રેક્ટિસ શરૂ કરી,
એલોપેથીક ડોકટર તરીકે પ્રેકટિસ કરતા ધો.૧૦ પાસ અરવિંદ નરશી પરમાર , ગાયત્રીનગર મેઈન રોડ નજીક, ગોપાલનગર શેરી નંબર, ૯, શિવાંજલી એપાર્ટમેન્ટ, ત્રીજા માળે , ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો.અરવિંદ હાલ જયાં ક્લિનિક ચલાવતો હતો ત્યાં જ બીએએમએસ ડો. જયેશ દેંગડા પ્રેકટિસ કરતા હતા, તેને ત્યાં કંમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો, તે પહેલાં પણ બીજા ડોકટરને ત્યાં કંમ્પાઉન્ડર તરીકે પ્રેક્ટિસ કરતો હતો.

દર્દિઓ પાસેથી રૂા. ૫૦ વિઝીટીંગ ફી લેતો હતો. આ ઉપરાંત દવા પણ પોતે આપતો હતો જેના મળી ૧૦૦થી ૧૫૦ રૂપીયા દર્દિઓ પાસેથી પડાવતો હતો. તે આ રીતે દરરોજ રૂા.૨૫૦૦થી રૂા. ૩૦૦૦ની પ્રેક્ટિસ કરતો હતો. તેના વિરૂધ્ધ આઈપીસી કલમ ૪૧૯ અને મેડીકલ પ્રેક્ટિશનરની એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ક્લિનિકમાંથી હોસ્પિટલને લગતા સાધનો, એલોપેથીક દવાઓ, છ ઈંજેકશન, સ્ટેથોસ્કોપ અને રોકડા રૂા.૧૦૦૦ મળી રૂા. ૭૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આખરે તેના વિશે માહિતી મળતા ભક્તિનગરનાં પીઆઈ જે.ડી.ઝાલાએ તેને ઝડપી લીધો હતો.