હવામાનની આગાહી વચ્ચે કચ્છ,ભુજમાં વરસાદી ઝાપટા..

વરસાદની આગાહીનાં પગલે રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સક્રિય થતા કચ્છનાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કચ્છનાં ભુજ, ભચાઉ અને અંજારમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. જ્યારે રાજકોટ અને ભુજ 38.4 ડિગ્રી સાથે રાજ્યનાં સર્વાધિક ગરમ મથક બન્યા હતાં.
જિલ્લા માથક ભુજમાં સવારે ૮.૩૦ વાગ્યા બાદ ઝરમરીયા રૃપે વરસેલો વરસાદ દિવસભર ચાલુ રહ્યો હતો. માર્ગો ભીંના બન્યા હતા. તાલુકાના લોરીયા સહિતના વિસ્તારોમાં વહેલી પરોઢે અડાધા કલાક સુાધી સામાન્ય ઝાપટુ પડયું હતુ.

નખત્રાણા તાલુકાના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે.દરિયામાં જુ કોઈ ખાસ અસર ન વર્તાઈ રહી હોય તેમ દરિયો શાંત જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર, દ્વારકા બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જિલ્લામા વાતાવરણમા પલ્ટો આવ્યો હતો. વેરાવળ બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ મુકાયું છે.