એક તરફ વરસાદ તો બીજી તરફ જીવંત વાયર અને વચ્ચે આ બધાથી અજાણ જંગલનો રાજા… આવી રીતે ગ્રામજનો એ બચાવ્યો એમનો જીવ

- ગઇકાલે રાત્રે ભટકતો સિંહ આવી ચઢ્યો રહેણાક વિસ્તારમાં
- એક રઝળતા ઢોરનો શિકાર કરી કરી રહ્યો હતો પાર્ટી
- બીજી બાજુ જીવંત વાયર તૈયાર હતો સિંહનો જીવ લેવા માટે
ગઇકાલે રાત્રે તાલાલાના આંકોલવાડી ગામમાં જંગલના રાજા સિંહ ભટકતા ભૂલથી આવી પંહોચ્યા હતા. સિંહને ગામમાં આવતા જોઈ ગ્રામજનોમાં ધીરે ધીરે ભાઇનો માહોલ છ્વાતો હતો એવામાં સિંહ એ રઝળતા એક પશુનો શિકાર કર્યો હતો. સિંહ આરામથી ચોકમાં બેસીને પાર્ટી મણિ માર્યો હતો એવામાં મુશળધાર વરસાદ વરસવ માંડ્યો હતો અને સિંહની પાસે જ એક જીવંત વાયર પડ્યો હતો.
ગ્રામજનોની આ વાયર ઉપર નજર પડતાં એમને જંગલના રાજાએનપી જીવ બચાવવાનો નિર્ણય કર્યો અને PGVCL અને સાથે સાથે વનવિભાગને પણ આના વિશે જાણ કરી હતી.
સાચા સમયે વનવિભાગ વાળા લોકો ત્યાં આવી પંહોચ્યા અને એક ટ્રેક્ટરની મદદ વડે સિંહને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો. ગ્રામજનોની સમજદારી અને વનવિભાગની હોશિયારીએ જંગલના રાજાનો જીવ બચાવી લીધો હતો.
પણ અંહિયા આશ્ચર્યજનક વાત એ છે કે આ બધી ઘટના ઘટી ગઈ પણ અંત સુધી PGVCLના કર્મચારીઓ ઘટનાસ્થળે પંહોચ્યા નહતા. વાહ PGVCL ના વીરો વાહ …..