તહેવારોમાં મુસાફરો ને રાહત, રેલવે દોડાવશે 39 નવી સ્પેશિયલ ટ્રેન

ભારતીય રેલવેએ 39 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની મંજુરી આપી છે. જેના લીધે આવનારા તહેવારોમાં મુસાફરોને મોટી રાહત મળવાની છે. રેલવે મંત્રાલયે કહ્યું કે, આ સેવાઓને શરૂઆતની તારીખથી ખાસ સેવા તરીકે રજુ કરવામાં આવશે. મોટા ભાગની ટ્રેનો A.C, એક્સપ્રેસ, દુરંતો, રાજધાની અને શતાબ્દી કેટેગરીની છે.
આ ટ્રેનોના સંચાલનની તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી. હાલમાં 310 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ સિવાય જુદાં-જુદાં રૂટો પર 21 સપ્ટેમ્બરથી 40 ક્લોન ટ્રેન ચલાવવામાં આવી રહી છે.


લોકડાઉન લાગૂ કરવા બાદ લોકોની મુશ્કેલીઓને જોતા 1લી મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. તે બાદ 12મી મેથી 30 મે સુધી 30 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી બાદ ફરીથી વધારાની 200 ટ્રેનો ચલાવવામાં આવી. મુસાફરોની વધતી સંખ્યાને જોતા વધુ 90 ટ્રેનો દોડાવવવામાં આવી છે. હાલ કુલ 310 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
આ પહેલા રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે સંકેત આપતા જણાવ્યું હતું કે. ભારતીય રેલવે 15 ઓક્ટોબર થી 30 નવેમ્બર સુધી ફેસ્ટિવ સિઝન દરમિયાન 200થી વધારે ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે.
દેશની કોર્પોટેટ સેક્ટરની પહેલી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17ઓક્ટોબરથી દોડશે. ભારતીય રેલવે ખાણી-પીણી અને પર્યટન નિગમ (IRCTC) આ VIP ટ્રેનની સીટોની બુકિંગ 8ઓક્ટોબરથી શરૂ કરશે. મુસાફરોને ટ્રેનમાં પેકિંગ ભોજન મળશે. લગભગ એક વર્ષ પહેલા લખનૌથી નવી દિલ્હી માટે કોર્પોરેટ સેક્ટરની દેશની પહેલી ટ્રેન તેજસની શરૂઆત થઈ હતી. આધુનિક સુવિધાઓવાળી આ ટ્રેન મુસાફરોમાં ઘણી જ લોકપ્રિય છે. આ દેશની પહેલી ટ્રેન છે જે લેટ થવા પર મુસાફરોને વળતર આપવાનો નિયમ છે.