રાષ્ટ્રીય
રાહુલ ગાંધી આજે હાથરસ જવાના ફરી પ્રયાસ કરશે,

બે દિવસ પહેલાં ધક્કામુક્કીમાં પડી ગયા હતા. પોલીસે તેમને હાથરસ જવા દીધા ન હોતા
આજે બપોર પછી રાહુલ હાથરસ જવા નીકળશે. એમની સાથે કોંગ્રેસના સાંસદો પણ હશે એમ જાણવા મળ્યું…
હાથરસમાં દલિત યુવતી પર ગયા મહિનાની 14મી તારીખે ચાર ઠાકુર યુવાનોએ ગેંગરેપ કરીને એની જીભ કાપી નાખી હતી અને કરોડરજ્જુ તોડી નાખી હતી.ત્યારબાદ મૃતદેહને હાથરસ લાવવામાં આવ્યો હતો જ્યાં એના પરિવારને બોડી સોંપવાને બદલે પોલીસે મધરાતે અઢી વાગ્યે મૃતદેહ બાળી નાખ્યો હતો. એ સામે સમગ્ર દેશમાં વિરોધ વ્યક્ત થયો હતો.