રાષ્ટ્રીય
રઘુવંશ પ્રસાદ સિંહનું 74 વર્ષની વયે નિધન

3 દિવસ પહેલા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ લાલૂએ સ્વીકાર્યુ ન હતું
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થઇ ગયું. તબિયત ખરાબ થયા બાદ તેમને એમ્સમાં દાખલ કરાયા હતા. રઘુવંશ પ્રસાદ સિંહ એમ્સના આઇસીયૂ વોર્ડમાં દાખલ હતા. બે દિવસ પહેલાં તેમની તબિયત લથડી હતી. શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટીલેટર પર રખાયા હતા. તેમના નિધન પર રાજકીય ગલિયારામાં શોકની લહેર છે. તેની પહેલાં આઇસીયૂમાંથી જ તેમણે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) માંથી રાજીનામું આપવાનો પોતાનો પત્ર રજૂ કર્યો હતો.રઘુવંશ પ્રસાદે 23 જૂને પાર્ટીના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ લાલુએ મંજૂર નહોતું કર્યું
તેજસ્વી સાથેના મતભેદોના કારણે રઘુવંશે 10 સપ્ટેમ્બરે હોસ્પિટલમાંથી જ પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી