બિલ્ડર પ્રકાશ ચંદારાણાની તરફેણમાં રે.રા ઓથોરીટીએ આપ્યો એતિહાસિક ચુકાદો….

Gujarat24news:દ્વારકાના ભાજપ શહેરના પૂર્વ પ્રમુખ પરેશ ઝાખરીયાની ખોટી ફરિયાદને રે.રા ઓથોરીટી ગાંધીનગરએ માત્ર 10 માસ 3 દિવસમાં નકારી કાઢી…
બિલ્ડર તરફથી વકીલ શ્રી એન.પી સરવૈયા, રાજેશ એલ પંડ્યા,રીનાબેન ચોવટીયા,હરીશભાઈ ગોકાણી ( દ્વારકા ) રોકાયેલા હતા….
દ્વારકાના બિલ્ડર પ્રકાશ ચંદારાણાએ નાગેશ્વર રોડ પર બનાવેલ “વ્રજ લક્ઝરીયા” ની ખુબજ સુંદર સ્કીમ દ્વારકાના લોકો માટે મૂકી હતી. જે શહેરના લોકો માટે ખુબ મજબુત,ટકાઉ સાથે સાથે ખુબજ વ્યાજબી ભાવે માર્કેટમાં રાખી હતી. અને તે ટૂંકા ગાળામાં વહેચાઈ પણ ગઈ હતી.
દ્વારકા ઈતિહાસમાં આવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે ચોર ખુદ ચોરી કરીને શાહુકાર વિરુદ્ધ ફરિયાદ કરે કારણ કે રાજકીય આગેવાન અને દ્વારકા ટુડે ના માલિક શ્રી પરેશભાઈ ઝાખરીયા દ્વારા દ્વારકાની નવી ગોમતી ઘાટ પર પ્રકાશ ચંદારાણાની જમીન સામે કરોડો રૂપિયાની સરકારી જમીન પર દબાણ કરેલ તેની ફરિયાદ પણ પ્રકાશ ચંદારાણાએ ૨૫૮ તખે કરેલ અને કેશ જીતેલ તેમ છતાં પણ સરકરી જમીનને પોતાનો માલ સમજી લાખો રૂપિયામાં ભાડે આપેલ પરંતુ છેવટે ગાંધીનગરના નેતાઓ દ્વારા મદદ ન મળતા રાતો રાત ગેરકાયદેસર બાંધકામ હટાવું પડ્યું હતું.
ગાંધીનગરથી દુર યાત્રાધામ દ્વારકામાં અમુક રાજકીય આગેવાન અને પોતે મોટા ન્યૂઝ પેપરોના પત્રકાર છે. એવી ધમકીઓ આપી અને “મોકા ઉપર ચોકા મારવાના શોખ” ધરાવતા પત્રકારોનો અસલી ચહેરો હવે ધીમે ધીમે ઉઘાડો પડી રહ્યો છે.
થોડા દિવસો પહેલા જ એક મજબુત “લોબી” આવા અસામાજિક તત્વો સામે ગાંધીનગર અને દિલ્લી રજૂઆત કરવા ગયેલ ત્યાંથી પોઝિટિવ રિસ્પોન્સ મળતા દ્વારકામાં ટૂંક સમયમાં જ કાઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અને કાઈક નવીન પ્રયોગો પણ થાય તો નવાઈ નહિ…