રાષ્ટ્રીય
પુણે લોકલ ટ્રેન લોકડાઉન બાદ પહેલીવાર દોડશે,

મુંબઈ લોકલ સામાન્ય લોકો માટે ચાલું કરવાની સતત માગ થઈ રહી છે, ત્યારે મધ્ય રેલવે પુણે લોકલ શરુ કરી રહી છે. મધ્ય રેલવેએ ટાઈમટેબલ બનાવી પુણેથી લોનાવાલા સ્ટેશન દરમ્યાન લોકલ શરુ કરવાનો નિર્ણય લીધો છે. લોકલ ચાલું કરવાની માહિતી મધ્ય રેલવેએ આજે પ્રસિદ્ધિપત્રક દ્વારા આપી છે. આગામી ૧૨ તારીખથી પુણે લોકલ દોડશે.

૧૨ ઓક્ટોબરથી સવારે અપ અને ડાઉન લાઈનમાં પ્રત્યેકે એક અને સાંજે અપ અને ડાઉન માર્ગમાં પ્રત્યેકે એક એમ કુલ ચાર ફેરી દરરોજ દોડાવાશે. જેમાં પ્રવાસ કરનાર પાસે ક્યુઆર કોડ હોવો જરુરી રહેશે.