
આણંદ કલેકટર દ્વારા હાડગુડ ગ્રામ પંચાયતને આવાસ માટે નીમ કરેલ જમીન પર માથાભારે ઇસમે કબજો જમાવ્યો છે. જેને લઇને આજ રોજ આણંદના નાયબ મામલતદાર દ્વારા ગામના સરપંંચ તથા તલાટી અનેે ગ્રામજનોની હાજરીમાં સમગ્ર જગ્યા તથા ગેરકાયદેસર બનાવેલ કોમ્પલેક્ષનું પંચનામું કરવામાં આવ્યું હતું.

આણંદ જીલ્લાનાં હાડગુડ ગ્રામ પંચાયતને ગરીબોના આવાસ માટે નીમ થયેલ જમીન પર ઉપર ગુનાહિત ઇતિહાસ ધરાવતા પંચાયતના સભ્ય સાંબીરશા દિવાન દ્વારા 1000 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણ કરી શોપિંગ સેન્ટર બનાવી દેવાયુ છે. જેનું આજ રોજ આણંદના નાયબ મામલતદાર દ્વારા ગામના સરપંંચ, સભ્યો તથા તલાટી અનેે ગ્રામજનોની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું.