
વડોદરા શહેરમાં ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એક ઓફિસર ઉમેશ રામસિંગ નલવાયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એ પાછળ એક મહત્વનું કારણ એ છે કે તેમની સામે દાહોદ તાલુકાની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૬માં તેણે દાહોદ તાલુકાની ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતી પરણિત યુવતિના તેના પતિ સાથે છૂટાછેડા કરાવ્યા હતા અને ત્યાર બાદ તેની સાથે રજિસ્ટર લગ્ન કાર્ય હતા. પણ પછી એ પીએસઆઇએ એ યુવતીનું અપહરણ કર્યું હતું. બાદમાં પરણીતાને ફાર્મ હાઉસ અને મકાનમાં ગોંધી રાખી હતી. એ કારણસર પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારી સામે આવા કઠોર પગલાં લેવાતા વડોદરામાં પોલીસ વચ્ચે ફફડાટ છવાઈ ગયો છે. લોકો આ નિર્ણયથી ઘણા ખુશ થયા છે.