ગુજરાતટ્રેડિંગદેવભૂમિ દ્વારકાપોરબંદરસૌરાષ્ટ્ર
વિરોધ કરો ચર્ચામાં રહો- કૃષિ બિલ અને પોરબંદર નજીક પડેલ ટોલનાકાને લઈને કોંગ્રેસ સમિતિ….

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા દ્વારકા અને સોમનાથ વચ્ચે આવેલ કુછડીગામ પાસે પડતાં ટોલનાકાના રેટ અને સાથે જ દેશમાં સળગતી ચિંગારી એટ્લે કે કૃષિ બિલને લઈને પોરબંદર કોંગ્રેસ સમિતિએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ધરણાં ઉપર બેસવાનું કામ ચાલુ કર્યું છે.ટોલનાકા પર ઉઘરાવવામાં આવતા રેટને જોઈને સામાન્યના માણસોના પસીના છૂટી જશે. અને સાથે જ એમનું કહેવું છે કે આ સરકાર કૃષિના કાળા કાયદાને લઈ આવી ખેડૂતોને રસ્તા ઉપર લઈ આવવા ઉપર કામગીરી કરી રહી છે.

આ સાથે જ કોંગ્રેસ સમિતિ ભાજપ સરકારની દરેક નાની-મોટી ભૂલો ગણાવીને તેના ઉપર રોષ ઠાલવી રહી છે.