
હાલ દરેક યુટ્યુબ પર ગુજરાતી સોન્ગ બનાવી રહ્યા છે અને લોકોને કંઈક અલગ કન્ટેન્ટ પીરસી રહ્યા છે. ત્યારે હવે યુટ્યુબર અંકિત કંસાગરા અને પ્રિયંકા ચુડાસમાનું પણ બીજું ગીત આવી ગયું છે.
યુટ્યુબર પ્રિયંકા ચુડાસમા અને અંકિત કંસાગરાનું નવું ગીત “કાળજા નો કટકો” અંકિત કંસાગરની યુટ્યુબ ચેનલ પર આવી ગયું છે. આ ગીતને ઉમેશ બારોટ એ ગાયું છે. જ્યારે સંગીત જીતુ પ્રજાપતિ આપ્યું છે. અને શબ્દો રાજન રાયકા અને ધવલ મોટાન દ્વારા લખવામાં આવ્યું છે. આ ગીતને કૃતિક દવે દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે.

કાળજા નો કટકો ગીત હાલ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતે 1 દિવસમાં લાખથી વધુ વ્યુ મેળવ્યા છે. અંકિત કંસાગરા અને પ્રિયંકા ચુડાસમા યુટ્યુબ પર કૉમેડી વિડીયો બનાવે છે અને સામાજિક સંદેશ મળે તેવા વિડીયો પણ બનાવે છે. જો કે હવે તેમણે પણ સંગીત ક્ષેત્ર બાજુ પ્રયાણ કર્યું છે.
પ્રિયંકા ચુડાસમા યુટ્યુબ પર 2 લાખથી પણ વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. જ્યારે અંકિત કંસાગરા 6 લાખ 89 હજાર સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. પ્રિયંકા ચુડાસમા સોશ્યલ મીડિયામાં ખાસ્સા એવા એક્ટિવ રહે છે. અને ઇન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.