પ્રિયંકા ચોપરા જોનાસના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે.

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાનું પુસ્તક અનફિનિશ્ડ પબ્લિસ્ડ કરીને વૅચાણ માટે મુક્યું હતું. જેના ૧૨ કલાકમાં જ પુસ્તકની અઢળક કોપીઓ વેંચાતા એક નવો રેકોર્ડ સર્જાયો છે.
પ્રિંયકાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર પોતાનું પુસ્તક બેસ્ટ સેલર હોવાની જાણકારી આપી હતી. USA ના ટોપ ૧૦ બુક્સ સ્ટોલે લખ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં USA ની બેસ્ટ સેલર્સ નંબર 1 પર પ્રિયંકા જોનાસનું પુસ્તક અનફિનિશ્ડ છે.
પ્રિયંકાએ આનો આભાર માનતા લખ્યું હતું કે, જેમણે મને USA માં છેલ્લા ૧૨ કલાકમાં નંબર 1 પર પહોંચાડી તે માટે દરેકનો આભાર માનું છું. આસા છે કે તમને પણ મારું પુસ્તક ગમશે.રિયલ અને રીલ લાઇફની દરેક વાતોનો તેણે આ પુસ્તકમાં પ્રકાશ ફેંક્યો છે. પ્રિયંકાએ આ પુસ્તકમાં પોતાના અંગત જીવનની નાની-મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. તેના જીવનની સફર આ પુસ્તકમાં વર્ણવમાં આવી છે.