ગુજરાતટ્રેડિંગમનોરંજન

પૃથ્વી પરીખનું “ચોટીલે ડાકલા” ગીત એક દિવસમાં 50 હજાર લોકોએ જોયું…

ગુજરાતના જાણીતાં સિંગર પૃથ્વી પરીખનું નવું ગીત “ચોટીલે ડાકલા” એનિમેશન વર્ઝનમાં આવી ગયું છે. અને આ ગીતને દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ગીતને એક જ દિવસમાં ૫૦ હજારથી વધુ લોકોએ જોયું છે.

મૂળ અમદાવાદના યુવા સિંગર પૃથ્વી પરીખે નાનીવયમાં જ ખૂબ મોટી સફળતા અને લોકપ્રિયતા મેળવી છે. તેમના ગીતો “દૂધે થી ભરી તલાવડી”, “મણિયારો” અને “સરદી કી સુબહ” જેવા હિટ ગીતો આપ્યા બાદ હવે પૃથ્વી પરીખનું આ નવરાત્રી પરનું “ડાકલા” વર્ઝન ચોટીલે ડાકલા રિલીઝ થઈ ગયું છે. આ ગીતને ગાવામાં અને કમ્પોઝ પૃથ્વી પરીખ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે મ્યુઝિક અનવર શેખ અને પૃથ્વી પરીખે આપ્યું છે. અને આ ગીતને દિલીપ રાવલ દ્વારા લખવામાં આવ્યું છે. અને એનિમેશન એલાઇન્સ ટાઈમ મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે.

આ ગીતને પૃથ્વી પરીખે એક નવા વર્ઝનમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે આ ગીત બનાવવા પાછળ પૃથ્વી પરીખે ખાસ્સી એવી મહેનત કરી છે. ત્યારે જઈને એક સરસ ગીત બની શક્યું છે. આ ગીતને યુટ્યુબ પર એક દિવસમાં ૫૦ હજારથી પણ વધુ લોકોએ જોયું છે.

આ ગીત ઉડાન ધ બેન્ડ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યારે આ ગીતને પ્રોડ્યુસ સત્યજીત વોરા અને મનોજ કરણાવર દ્વારા કરવામાં આવ્યું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 5 =

Back to top button
Close