ગુજરાતટ્રેડિંગરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ રામવિલાસ પાસવાનના કર્યા અંતિમ દર્શન, આપી શ્રદ્ધાંજલિ

બિહારના કદ્દાવર રાજકીય નેતા અને કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું ગઈકાલે સાંજે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. 74 વર્ષના રામ વિલાસ પાસવાન છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાર્ટ સર્જરી પણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો જણાયો નહીં અને ગુરુવારે તેમણે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના નિધનના સમાચાર તેમના પુત્ર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને આપ્યા હતા. રામવિલાસ પાસવાનના પાર્થિવદેહને આજે દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો જ્યાં વડાપ્રધાન મોદીથી લઈને રાષ્ટ્રપતિ સુધીના નેતાઓએ તેમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.. આજે રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને પટના લઈ જવામાં આવશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે થશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close