દેવભૂમિ દ્વારકા
દ્વારકાના પ્રખ્યાત બેટ દ્વારકા હનુમાન દાંડી મંદિરના પુજારીશ્રી બ્રહ્માનંદજી મહારાજ બ્રહ્મલીન થયા છે.
ધણા લાંબા સમયથી બ્રહ્માનંદજી મહારાજ અહી મંદિરની સેવા કરતા હતા. ધણી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા. અને તેમના અંતિમ શ્વાસ અહીં છોડાય તેવી તેમની મનોઇચ્છા હતી.
આદરણીય ગુરુવરની આત્માને ભગવાન હનુમાનજી મહારાજ શાંતિ આપે અને તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી શ્રી ચરણોમાં પ્રાર્થના…
પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક મહિનો). શરુ થઈ રહ્યો છે, શાસ્ત્રમાં વર્ણવ્યુ છે કે પુરુષોત્તમ માસ દરમિયાન રોજ આખા દિવસમાં એકવાર શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫ મા અધ્યાય (પુરુષોત્તમ યોગ) નુ નિયમિત પઠન થવુ જોઇએ.
આપ સૌની સુવિધા માટે અહીં સુશ્રી લતા મંગેશકર ના સ્વરમાં આખો ૧૫ મો અધ્યાય પોસ્ટ કર્યો છે. આશા છે આપ સૌ એનો સદુપયોગ કરશો.