ગુજરાત

ગુજરાતનું ગૌરવ: યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાત..

ગુજરાત માટે એક ગૌરવના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના કચ્છના વિસ્તારમાં આવેલા ધોળાવિરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનિય છે કે, ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે, જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે

-રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ
-અન્ય અધિકારીઓનાં આવાસ
-સામાન્ય નગરજનોનાં આવાસ

તમને જણાવી દઈએ કે, આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ 50 હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું માનવામાં આવે છે. નોંધનિય છે કે, આ નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે.

આ પણ વાંચો..

Tokyo: હોકીના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતીય પુરુષ ટીમ..

તમને જણાવી દઈએ કે આમ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. 1967-68ના અરસામાં ભારતીય પુરાતત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. મોહે-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + 14 =

Back to top button
Close